સાબરકાંઠા: ખેડબ્રહ્માના એક પરિવારે 300થી વધુ ઓક્સિજનના બાટલાની નિઃશુલ્ક સેવા કરી
Live TV
-
છેલ્લા 20 દિવસમાં 300થી વધુ બાટલા મહારાષ્ટ્રથી મંગાવી લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો
કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અનેક લોકો સેવા કરી માનવસેવાનું પૂર્ણ્ય કમાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના કિશનચંદ ટેકચંદ પરિવારે કોરોના મહામારીમાં લોકો માટે 300થી વધુ ઓક્સિજનના બાટલાની નિશુલ્ક સેવા કરી છે. છેલ્લા 20 દિવસમાં 300થી વધુ બાટલા છેક મહારાષ્ટ્રથી મંગાવી લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છે. હજુ પણ આ પરિવાર સતત સેવા કરી રહ્યો છે. આ ઉત્તમ સેવા કરનારા આ પરિવાર ખેડબ્રહ્મા શહેરમાં કટલરીનો હોલસેલનો ધંધો કરે છે. તેઓ કોઈ સંસ્થા કે NGO ચલાવી રહ્યા નથી. પરંતુ પરિસ્થિતિને જોતા આ એકલા પરિવારે ઉત્તમ સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
