પંચમહાલ: પોતાના પરિવારના માતાપિતા સહિતના પાંચ સભ્યો ગુમાવ્યા બાદ પણ તુરંત ફરજ પર હાજર થયા ૧૦૮ પાયલોટ
Live TV
-
કોરોના કાળ વચ્ચે ૧૦૮ના આ પાયલોટએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરુ પાડ્યું છે
બહુજ ટૂંકાગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડ્યો હતો પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણભાઈએ માનવસેવાનો ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી પુનઃ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા, કોરોના મહામારીએ તેમના માતાપિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવાના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તેં માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાના ફરજ ઉપર હાજર થયા અને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
છેલ્લા સવા વર્ષ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધા છે, અસંખ્ય લોકોએ આ બીમારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે, તો લાખોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. કોરોના મહામારીના આ કાળમાં અનેક લોકો દ્વારા સેવાઓ તેમજ દાતાઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યા છે, જયારે કેટલીક સેવાકીય સંસ્થાઓ,હોસ્પિટલોને મોટું દાન અને દવા આપી આ બીમારીના ખપ્પરમાંથી લોકોને ઉગારવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. નાતજાતપાત ધર્મ કોઈ પણ ભેદભાવ વગર માનવ સેવા એજ પ્રભુ સેવાના ઉમદા હેતુ સાથે અનેક દાતાઓ એ મદદના હાથ લંબાવ્યા છે .
જયારે આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવનારા આરોગ્ય કર્મી તેમજ કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી નિભાવનાર પોલીસ કર્મી સહીતના કોરોના યોદ્ધાઓને કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં આવ્યો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા છે,આ સમય દરમિયાન કેટલાક એવા કોરોના યોદ્ધાઓના કિસ્સા પણ સામે આવ્યા જેઓએ પોતાની તેમજ પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના સૌથી કપરી પરિસ્થિતિનો સામનો કરી એકધારી સેવા આપી રહ્યા છે.
આજે એક એવા કોરોના યોદ્ધાની વાત જે કોરોના વોરિયર્સે માત્ર દસ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા તેમ છતાં માનવ સેવા બજાવવા માટે ફરજ ઉપર હાજર જોવા મળ્યા. વાત ગોધરા ખાતેની ઈમરજન્સી સેવા 108 માં એમ્બ્યુલન્સના પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે , અને છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં ફરજ બજાવે છે,છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એકપણ રજા લીધા વિના સતત સેવા આપી રહ્યા છે.
ત્યારે આ તરફ થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા પ્રવિણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતાપિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતાપિતાના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવાકાર્ય યથાવત રાખી પિતાની જે હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી દરમિયાન 21 એપ્રિલના નારોજ પિતા સબુરભાઈ જેસીંગભાઈ બારીયા અવસાન પામ્યાં હતાં, પ્રવીણભાઈ એ આ દુઃખની ઘડી પાર નથી કરી ત્યાંજ 25 એપ્રિલના રોજ કોરોનાનો ઈલાજ કરાવી રહેલ માતા કમળાબેન તેમજ પ્રવીણભાઈના સગા કાકા કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનને લઇ પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી, પોતાના પિતાની ચિતા ઠન્ડી થઈ નથી ત્યાંજ કોરોનામા મૃત્યુ પામેલ માતા અને સગા કાકાકાકી તેમજ કાકાના દીકરાને ચિંતાને મુખાગ્ની આપવાનો વારો આવ્યો હતો.
