સાબરકાંઠા પોલીસની પહેલ; કાઉન્સેલિંગ માટે ટેલિફોન નંબર કાર્યરત કર્યો
Live TV
-
લોકોમાં હંમેશાથી માનસિક બીમારી કરતા શારીરિક બીમારી અંગે વધારે સતર્કતા જોવા મળતી હોય છે. હાલની સાંપ્રત કોરોના પરિસ્થિતિમાં અનેક લોકોએ તેમના નજીકનાઓને ગુમાવ્યા છે. ઘણા લોકો તો અંગત સ્વજનોને ગુમાવી એકલવાયા બની ચૂક્યા છે. આ એકલવાયા લોકો આવા કપરા સમયમાં આર્થિક અને શારિરીક રીતે નબળા થવાથી તેમનામાં ડિપ્રેશન અને મૂંઝવણ વિકસવા લાગે છે.
આવા લોકોને ડિપ્રેશન અને મૂંઝવણમાંથી બહાર લાવીને સ્વસ્થ બનાવવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસે પ્રશંસનીય કાર્ય કર્યું છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા નીરજ બડર્ગુજરે જણાવ્યું હતું કે, જિલ્લામાં વસતા તમામ વડીલોને કોઈ પણ સહાયતાની જરૂરિયાત પડે, તો તેમના કાઉન્સેલિંગ, સલાહ, સહાયતા અને મદદ માટે જિલ્લામાં 246733 નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. લોકોને આ નંબર પર સંપર્ક કરી મદદ મળી શકશે. હાલમાં આ નંબરનો લાભ જિલ્લાના સિનિયર સિટીઝનથી માંડીને તમામ લોકો લઈ રહ્યા છે અને પોલીસના આ પ્રયાસને આવકારી રહ્યા છે તેમજ હતાશામાંથી બહાર આવી
