Skip to main content
Settings Settings for Dark

શાળા બંધ-શિક્ષણ નહીં: અમદાવાદ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રમાં બ્રિજ કોર્ષનો આરંભ

Live TV

X
  • અમદાવાદ શહેરના 2.18 લાખ અને ગ્રામ્યના અંદાજીત 3.30 લાખ વિદ્યાર્થીઓના ઘરે ઘરે બ્રિજ કોર્ષના પુસ્તકો પહોંચાડવામાં આવ્યા

    રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સત્રના પ્રારંભે સમગ્ર ગુજરાતમાં વિધાર્થીઓના ગત વર્ષે કોરોના મહામારીમાં વિધાર્થીઓની સ્વાસ્થ્ય સલામતીને ધ્યાનમાં લઇ ઓનલાઇન શિક્ષણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોનાકાળમાં સ્કુલમાં શિક્ષણ મોકૂફ રાખીને બાળકોને ઘેર બેઠા શિક્ષણ મળી રહે તે માટેના તમામ પ્રયાસો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ઓનલાઇન શિક્ષણ મેળવતી વખતે ક્યાંય કચાશ રહી ગઇ હોય, ટેકનીકલ કારણોસર અભ્યાસક્રમનું અધ્યયન કરવામાં મુશ્કેલી પડી હોય તેના નિવારણ સ્વરૂપ ગુજરાત સરકાર દ્વારા “બ્રિજ કોર્ષ” નું નિર્માણ કરવામાં આવ્યું છે. 

    જે અંતર્ગત અત્યારે અમદાવાદ જિલ્લામાં પણ શહેરના અંદાજીત 2.18 લાખ વિધાર્થીઓ અને ગ્રામ્યના અંદાજીત 3.30 લાખ વિધાર્થીઓને “બ્રિજ- કોર્ષ” ના પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 2.3 લાખ વિધાર્થીઓને તેમજ માધ્યમિક શાળાના ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અંદાજે એક લાખ વિધાર્થીઓને, અમદાવાદ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત અંદાજીત 1 લાખ 46 હજાર બાળકોને, અંદાજીત 72 હજાર માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવતા વિધાર્થીઓને બ્રિજ કોર્ષના પુસ્તકો પહોંચાડવાની સઘન કામગીરી કામગીરી હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply