Skip to main content
Settings Settings for Dark

ડાંગના ખેડૂત સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓને સહારે આધુનિક ખેતી તરફ વળ્યાં

Live TV

X
  • ડ્રિપ ઇરીગેશન પદ્ધતિથી બારેમાસ શાકભાજીનું વાવેતર કરી, ડાંગના ખેડૂત મેળવે છે મબલખ આવક

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ખેડૂતો ખેતીમાં નવતર પ્રયોગો કરતા જોવા મળ્યા છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ આધુનિક ખેતીના સહારે ખેડૂતો હવે તેમની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે. ગુજરાતના કચ્છ જેવા સૂકા પ્રદેશમાં પણ ખેડૂતો આધુનિક પદ્ધતિથી સ્ટ્રોબેરી જેવા પાકોની સફળ ખેતી કરી રહ્યા છે. 

    આવી જ રીતે ડાંગ જિલ્લાના ખેડૂતોને પણ વર્ષ દરમિયાન પાણીની સ્ત્રોતની અછતના કારણે ખેતી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ડાંગ જિલ્લામાં જ્યાં સુધી ચોમાસાનું આગમન ન થાય ત્યાં સુધી ખેતી માટે પાણીની ખૂબ સમસ્યા રહે છે. આ સમસ્યાને નિવારવા માટે ડાંગના ખેડૂતો હવે ડ્રિપ ઈરીગેશન પદ્ધતિ તરફ વળ્યા છે. સાપુતારાની તળેટીના બરડપાણી ગામમાં રહેતા લોકો બારેમાસ ખેતી કરે છે. આ જ ગામના એક ખેડૂતે ડ્રિપ ઈરીગેશન જેવી આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને કાકડી, ટામેટા જેવા શાકભાજીની ખેતી કરી છે, અને તેની સાથો સાથ તેમણે ડુંગળી - લસણ પણ ઉગાડયા છે. આ ખેડૂતે સરકારના બાગાયત તેમજ ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લઈને કાચા મંડપ અને ડ્રિપ ઈરીગેશન પદ્ધતિથી શાકભાજીનું મબલખ ઉત્પાદન કર્યું છે, જેના કારણે તેમનું  જીવનધોરણ ઉંચુ આવ્યું છે. તેઓ પોતાની શાકભાજી સાપુતારા શામગહાન અને આહવા માર્કેટમાં લાવીને તેનું વેચાણ કરે છે, જ્યારે ઘણી વખત  છૂટક વેચાણ કરીને પણ પોતાનું જીવનનિર્વાહ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply