Skip to main content
Settings Settings for Dark

દ્વારકા: કોરોનાથી ગુમાવ્યા માતા-પિતા; જિલ્લા તંત્રએ આર્થિક સહાયની આપી ખાતરી

Live TV

X
  •   

    દેશભરમાં કોરોના મહામારીના કારણે દરરોજ કેટલાય બાળકો અનાથ થઇ રહ્યા છે. ત્યારે આજે દ્વારકાના સૂરજ કરાડી ગામે વધુ એક 15 વર્ષીય બાળકે પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ અને ભાવનાબેન થોડા સમય પહેલા બન્ને કોરોના સંક્રમિત થયા હતા, અને ત્યારબાદ બંનેના મૃત્યુ થતા તેમના 15 વર્ષીય પુત્ર આલોક નોંધારો બન્યો હતો.
    પ્રથમ આલોકના માતા કોરોના સંક્રમિત થતા, તેમને જામનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના પાંચ દિવસ બાદ જ આલોકના પિતા પ્રકાશભાઈ પણ કોરોના સંક્રમિત થતા ગત 8 મેના રોજ તેમનું અવસાન થયુ હતુ. જેના બે દિવસમાં જ આલોકના માતા ભાવનાબેનનું પણ અવસાન થયુ હતુ. આ બાબતને દ્વારકા જિલ્લા તંત્રએ નોંધ લેતા બાળકને સહાયની ખાતરી આપી છે. માતા પિતા ગુમાવ્યા બાદ હાલ આલોકના મામાએ તેની જવાબદારી સ્વીકારી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply