ક્વાંટ: પાઠય પુસ્તકોનું શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે જઈને વિતરણ કરાયું
Live TV
-
ગત 7 જૂનથી શાળાઓ શરૂ થઈ છે પરંતુ, કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ વિધાર્થીઓને શાળામાં નહિ બોલાવવાના હોવાથી છોટાઉદેપુરના ક્વાંટ તાલુકા શાળા નંબર 1 માંથી તાલુકાના 19 ગ્રુપની 209 પ્રાથમિક શાળામાં અને 6 આશ્રમ શાળાઓમાં ધોરણ1 થી 7 ના પાઠય પુસ્તકોનું શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું. બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ માર્ગ અપનાવવામાં આવ્યો છે જેથી બાળકોનું ભવિષ્ય ઉજળું બને.
