Skip to main content
Settings Settings for Dark

સાબર ડેરીએ પશુ પાલકોને આપી દિવાળીની ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો કર્યો વધારો

Live TV

X
  • સાબર ડેરી પશુ પાલકો પાસેથી 830 રૂપિયે કિલો ફેટના હિસાબે ખરીદી કરતી હતી જે હવે 840 રૂપિયા કિલો ફેટના હિસાબે ખરીદી કરશે.

    સાબર ડેરી દ્વારા પશુ પાલકોને દિવાળી ભેટ રૂપે દૂધ ખરીદી ભાવમાં વધારો કરીને પશુ પાલકોને ખુશ કરી દીધા છે. ડેરી દ્વારા ખરીદી ભાવમાં વધારો કરતાં દૂધના કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. જેનો સીધો લાભ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોને થશે. આ ભાવ વધારો 11 નવેમ્બરથી અમલમાં આવશે. ડેરી પશુ પાલકો પાસેથી 830 રૂપિયે કિલો ફેટના હિસાબે ખરીદી કરતી હતી જે હવે 840 રૂપિયા કિલો ફેટના હિસાબે ખરીદી કરશે. સાબર ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા અને અન્ય રાજ્ય માંથી  દૈનિક 45 લાખ લીટર દૂધની ખરીદી કરે છે..જે જોતાં ડેરી દૈનિક 4 કરોડ રૂપિયા વધુ પશુપાલકોને ચૂકવશે..નોંધનીય છે કે સાબર ડેરી દ્વારા જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં ચાર વખત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply