Skip to main content
Settings Settings for Dark

સિલવાસામાં “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ” યોજાયો

Live TV

X
  • સિલવાસાના સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે 23 મે 2026ના રોજ ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન, દાદરા નગર હવેલી દ્વારા ભવ્ય “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની અનોખી ઝલક જોવા મળી હતી.

    કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ કલાબેન ડેલકર તથા યુવા નેતા અભિનવ ડેલકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બરમ દેવ અને કંસેરી માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી.

    ત્યારબાદ પરંપરાગત લોકનૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી કલાના રંગોએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉમંગથી ભરી દીધું હતું. કલાકારો દ્વારા રજૂ કરાયેલી ધોડિયા સંસ્કૃતિની ઝાંખીએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

    આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજની સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ છે. મહોત્સવ દ્વારા ધોડિયા સમાજની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવને વધુ મજબૂતી આપવા સંદેશ આપવામાં આવ્યો હતો.

    કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં લોકો તેમજ આગેવાનો અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
apply