સુરત મનપાનું એક ડગલું સ્વચ્છતા તરફ, જાહેરમાં લઘુશંકા કરતા અટકાવવા નવતર પ્રયોગ
Live TV
-
કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ અભિયાનને સાકાર કરવા સુરત મનપા દ્વારા અનોખી પહેલ કરાઇ છે, જાહેરમાં લઘુશંકા કરતા લોકોને અટકાવવા જાહેર દિવાલો પર અવનવી પેઇન્ટિંગ્સ
ડાયમંડ સિટી સુરતમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી છે. લોકોને જાહેરમાં લઘુશંકા કરતા અટકાવવા માટે શહેરના કેટલાક વિસ્તારોમાં અવનવા પેઈન્ટિંગ અને લખાણ લખવામાં આવ્યા છે, જેના કારણે ઘણો ફાયદો જોવા મળી રહ્યો છે. મહાનગર પાલિકા દ્વારા લગાવાયેલા સ્વચ્છતા બોર્ડ પર લખવામાં આવ્યું છે કે, 'ચાલ્યા જાઓ અહીંથી'. આ લખાણના કારણે લઘુશંકા કરતા પહેલા યુવાનોને શરમ આવે છે. દિવાલો કલરફુલ થઈ અને ગંદકીથી પણ છૂટકારો મળ્યો છે. ઉધના ઝોનમાં ચારથી પાંચ જગ્યાએ આવું પેઈન્ટિંગ પાલિકા દ્વારા કરાવવામાં આવ્યું છે. બીજી તરફ સ્થાનિક લોકો પણ પાલિકાના આ પ્રયાસથી ખુશ જોવા મળી રહ્યા છે.