Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ સરોડી પ્રાથમિક શાળાના શિક્ષક દંપતિનો યોજાયો વિદાય સમારંભ

Live TV

X
  • તાજેતરમાં રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો

    તાજેતરમાં રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. થાન તાલુકાના સરોડી પ્રાથમિક શાળામાં છેલ્લા 2004 થી શિક્ષક તરીકે દંપતી કેતનકુમાર ગદાણી તેમજ દીપ્તિબેન ગોહિલ ફરજ બજાવતા હતા. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ સાથે આ દંપતી દ્વારા અને સ્કૂલના અન્ય શિક્ષકો દ્વારા સ્કૂલનું પણ ધ્યાન રાખતા હતા. સ્કૂલમાં પર્યાવરણની જાળવણી સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું. હાલ આ દંપતિની અમદાવાદ કોર્પોરેશનની પબ્લીક સ્કૂલ ઈસનપુર ખાતે બદલી થઈ છે. ત્યારે દંપતિનો વિદાય સમારંભ સરોડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. સરોડી ગામના લોકો તથા સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીના વિદાય સમારંભના કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકો અને આ દંપતીની આંખો ભીની થઇ હતી. ઉલ્લેખનિય છે કે આ સ્કૂલનું નામ રાજ્ય લેવલે આવે તે માટે આ દંપતી દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા. જેના કારણે કોરોના સમયગાળા દરમ્યાન આ સ્કૂલનો રાજયની અંદર એક થી પાંચમા નંબર આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply