સેવાઃ નદીમાં ભેગા થયેલ ફૂલ-પૂજાપોમાંથી સેન્દ્રિય ખાતર ખેડૂતોને ફ્રીમાં અપાશે
Live TV
-
ગણપતિ બાપાના વિસર્જન સમયે ગંદકી ન થાય એના માટે રોટરી ક્લબ નવસારી દ્વારા પુર્ણા નદી પુનરુત્થાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે વિસર્જન દરમ્યાન નદીમાં ભેગા થયેલ ફૂલ-પૂજાપોને એકત્ર કરીને તેનુ સેન્દ્રિય ખાતર બનાવીને જરૂરિયાતમંદ ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રોટરી ક્લબ નવસારીએ 5 વર્ષથી ગણેશ મંડળો, નવસારી નગરપાલિકા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત સહકારથી આ રીતે ખાતર બનાવવાના પ્રોજેક્ટને અમલમાં મુક્યો છે. ગણેશ વિસર્જન દરમ્યાન પૂજાપાને એકત્ર કરીને કૃષિ યુનિવર્સીટી ખાતે લઈ જવામાં આવે છે અને તેમાંથી સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. જેમાં દર વર્ષે 40 ટન જેટલું ખાતર જરૂરિયાતમંદ ખેડૂતોને વિતરીત કરવામાં આવે છે. 5 વર્ષમાં 5 હજારથી વધુ ખેડૂતોને વિનામૂલ્યે ખાતર આપવામાં આવ્યું છે.
