Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સરકારની ગાઇડલાઇન પ્રમાણે આરતી દરમ્યાન યાત્રીકોનો પ્રવેશ રહેશે બંધ

Live TV

X
  • શ્રી સોમનાથ મહાદેવ તીર્થધામમાં કોરોના વૈશ્વિક મહામારી અંગેની સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે શ્રાવણ ઉત્સવ ઉજવાશે. જેમાં આરતી દરમ્યાન યાત્રીકોનો પ્રવેશ બંધ રહેશે. સાંસ્કૃતિક, આદ્યાત્મિક, કાર્યક્રમો યોજવામાં નહીં આવે, દર્શન માટે પાસ લેવો ફરજીયાત છે.

    શ્રાવણના દૈનિક કાર્યક્રમ

    સમય

    કાર્યક્રમ

    સમય

    કાર્યક્રમ

    પ્રાતઃ 6-15

    પ્રાતઃ મહાપુજન પ્રારંભ

    11-00

    મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહાદુગ્ધ અભિષેક

    7-00

    પ્રાતઃ આરતી (15 મીનીટ)

    12-00

    મધ્યાન્હ આરતી(15 મીનીટ)

    7-45

    સવાલક્ષ બિલ્વાર્ચન

    સાયં 5 થી 8-00

    સાયં શૃંગાર દર્શન, દિપમાળા

    9-00

    યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ

    7-00

    સાયં આરતી(15 મીનીટ)

    સોમવાર તથા તહેવારના દિવસોમાં દર્શનનો સમય સવારે 4-00 થી 6-30, 7-30 થી 11-30,

    બપોરે 12-30 થી 6-30, અને સાયં 7-30 થી રાત્રે 10-00 નો રહેશે. 

    બાકીના અન્ય દિવસોમાં મંદિર ખુલવાનો સમય સવારે 05:30 થી 06:30, 7-30 થી 11-30,

    બપોરે 12-30 થી 6-30, અને સાયં 7-30 થી રાત્રે 10-00 નો રહેશે.   

    શ્રાવણ સુદ એકમ તા.21/07/2020 મંગળવાર

    સમય

    કાર્યક્રમ

    સવારે 7-30

    મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ

    સવારે 7-45

    સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ      

    સવારે 8-00

    નુતન ધ્વજારોહણ        

     

    પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ ઉત્સવનો પ્રારંભ તા.09/08/2021  શ્રાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.06/09/2021  શ્રાવણ વદ અમાસ ને સોમવારે થશે. ઓનલાઇન પ્રવેશપાસ માટે રજીસ્ટેશન , પૂજાવિધિ જેમાં મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન પૂજાવિધિ નોંધાવી શકશે.

    વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઇટ પરથી સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી અતિથિભવનોમાં રુમોનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે.

    કોરોના વૈશ્વિક મહામારી અંગેની સરકારશ્રીની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે શ્રધ્ધાળુઓને દર્શન માટે આવવા વિનંતી છે. દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓએ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવું, પોતાનું ટેમ્પ્રેચર ચેક કરાવવું, મંદિરની રેલીંગ ને અડકવું નહિં, બીનજરૂરી ઉભા ન રહેવું, દર્શન લાઇનમાં ચાલતા રહેવું, દર્શન થયા બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવું નહિં આ તમામ સુચનાઓનું પાલન ફરજીયાત કરવાનું રહેશે.

              શ્રાવણમાસમાં દેશ-વિદેશથી આવતા ભક્તોએ દર્શન માટે અગાઉથી ટ્રસ્ટની વેબસાઇટ  WWW.SOMNATH.ORG પરથી પ્રી-રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં બહારગામથી આવતા યાત્રીકો ને અપીલ છે કે તેઓ  આ લીંક મારફત પોતાના દર્શન માટેનો સ્લોટ (સમય) બુક કરાવીને જ નિયત સમય થી વહેલા પહોચી દર્શનનો લ્હાવો આ માધ્યમથી લઇ શકાશે.

              શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી દર્શન અને આરતી સાથે  સુર આરાધના- સત્સંગ સહિતના કાર્યક્રમો નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial- ટ્વીટર @Somnath_Temple –યુટ્યુંબ SomnathTemple-Official Channel –ઇન્સ્ટાગ્રામ  @SomnathTempleOfficial –વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી  મળી રહે તે માટે મંદિરની આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

     

    શ્રી ભાલકાતીર્થી, ગીતા મંદિર , શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે. જેનો લ્હાવો લેવા સર્વે ભક્તજનોને હાર્દિક નિમંત્રણ છે.   

    શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલગ-અલગ શણગાર કરવામાં આવશે, આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણમાસ દરમ્યાન મહામૃંત્યુંજય યજ્ઞમાં યાત્રીકો હોમ કરી લાભ લઇ શકશે.

    શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેક શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પર 1457 કળશો નાના-મોટા-મધ્યમ છે, જેને સુવર્ણમંડીત કરવાના છે, જેમાં સહભાગી થવા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળની સર્વે ભક્તજનોને અપીલ છે.  

    વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતે થી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિઃ શુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવશે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહીત અનેક સવલતો નો યાત્રીઓ લાભ લઇ શકશે.

    શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ- પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીત વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ રહેશે જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

    શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના માન. ટ્રસ્ટી – સેક્રેટરી પ્રવિણભાઇ કે. લહેરી,ટ્રસ્ટી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન  નીચે સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો  તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે.

    શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

    કોરોના વૈશ્વિક મહામારીને કારણે શ્રધ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે   સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું, તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગ, જીલ્લાવહિવટી તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને જે દર્શનની  વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેનો ચુસ્ત અમલ  સાથે દર્શનનો લાભ લેવા વિનંતી છે. માસ્ક નહીં તો પ્રવેશ નહીં-કોરોના અંગેના નિયમોનો ભંગ થશે તો સરકારી તંત્ર દંડનીય કાર્યવાહી કરશે તેની નોંધ લેવા વિનંતી.

                                                        

    શ્રાવણ મહોત્સવ કાર્યક્રમ-2021

     

              શ્રાવણ માસ દરમ્યાન ભાવિકોના ઘસારાને ધ્યાનમાં રાખીને તેમજ સરકારશ્રીની કોવિડ ગાઇડ લાઇનના પાલન સાથે દેશ-વિદેશથી દર્શનાર્થે પધારતા ભક્તો શાંતિપૂર્ણ અને સુંદર રીતે દર્શન કરી શકે તેમજ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રીતે જળવાઇ રહે તેવા શુભ હેતુથી શ્રી સોમનાથ મંદિર તેમજ શ્રી અહલ્યાબાઇ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ દરવર્ષની જેમ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે. તેમજ આ સીવાયના દિવસોએ શ્રાવણમાસમાં મંદિર  5-30 વાગ્યે ખોલવામાં આવશે.

     

    1. તા.09/08/2021 શ્રાવણ સુદ એકમ સોમવારના દિવસે પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થશે. અને તા.06/09/2021 ને સોમવારના દિવસે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. છેલ્લા દિવસે સોમવતી અમાસ છે.
    2. નીચે મુજબના દિવસોમાં શ્રાવણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં શ્રી સોમનાથ મંદિર તથા શ્રી  અહલ્યાબાઇ મંદિર સવારે 4-00 વાગ્યાથી રાત્રે 10-00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

     

     

    તારીખ

    તીથી

    દિવસ-તહેવાર

    09/08/2021

    શ્રાવણ સુદ એકમ

    પ્રથમ સોમવાર

    15/08/2021

    શ્રાવણ સુદ સાતમ

    રવિવાર

    16/08/2021

    શ્રાવણ સુદ આઠમ-નોમ

    દ્વિતીય સોમવાર

    22/08/2021

    શ્રાવણ સુદ પુનમ

    રવિવાર (રક્ષાબંઘન)

    23/08/2021

    શ્રાવણ વદ એકમ

    તૃતિય સોમવાર

    29/08/2021

    શ્રાવણ વદ સાતમ

    રવિવાર

    30/08/2021

    શ્રાવણ વદ આઠમ

    જન્માષ્ટમી - ચતુર્થ સોમવાર

    05/09/2021

    શ્રાવણ વદ તેરશ

    માસિક શિવરાત્રિ

    06/09/2021

    શ્રાવણ વદ ચતુર્દશી-અમાસ

    સોમવતી અમાવસ્યા

    અંતિમ સોમવાર

     
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply