પાટણ કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત કોન્ફરન્સ હૉલનું મહેસુલ મંત્રી કૌશિક પટેલના હસ્તે લોકાર્પણ
Live TV
-
રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત પાટણ ખાતે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ મહેસુલ મંત્રી દ્વારા કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત કોન્ફરન્સ હૉલનું લોકાર્પણ કરવામાં હતું. મહેસુલ મંત્રી દ્વારા નવીન કૉન્ફરન્સ હૉલનું નિરિક્ષણ કરી પાટણ જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા સંગઠન પ્રમુખ દશરથજી ઠાકોર તથા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
