સ્મરણાંજલિઃ ભારતરત્ન લાલ બહાદુર શાસ્ત્રીજીની આજે પુણ્યતિથિ
Live TV
-
જય જવાન, જય કિસાનનો નારો આપનારા ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજીની આજે પુણ્યતિથિ છે. લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીજીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત હતા. ગાંધીજીના લયમાં જ તેમણે એક વખત કહ્યું હતું કે ‘‘ મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’’ મહાત્મા ગાંધીજી જેવા જ વિચાર ધરાવનારા લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડૂ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો તેમના જીવન-કવનને યાદ કરી સોશિયલ મીડિયા પર તેમને સ્મરણાંજલિ પાઠવી રહ્યા છે.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904 ના રોજ મુગલસરાયમાં થયો હતો. દેશ માટે સમર્પણ ભાવથી કામ કરવાવાળા લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમના કાર્યક્ષમતા, સત્યનિષ્ઠા અને વિનમ્ર સ્વભાવ માટે યાદ કરવામાં આવે છે. 1920 માં લાલ બહાદુર શાસ્ત્રીજીએ ભારત સ્વતંત્રતાની લડાઇમાં ભાગ લીધો હતો અને 1930 માં મીઠાના સત્યાગ્રહમાં ગાંધીજી સાથે ભાગ લીધો હતો. મહાત્મા ગાંધી સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીએ આઝાદીની લડાઇ દરમિયાન 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો.
પંડિત જવાહરલાલ નહેરુના આકસ્મિક નિધન બાદ લાલ બહાદુર શાસ્ત્રીજી 9 જૂન, 1964 માં દેશના બીજા પ્રધાનમંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન દૂધનું ઉત્પાદન વધારવા માટે દેશમાં શ્વેત ક્રાંતિ અને અન્ન્ ઉત્પાદન માટે હરિત ક્રાંતિ લાવવામાં આવી. લાલ બહાદુર શાસ્ત્રીજીએ "જય જવાન, જય કિસાન" નો નારો આપ્યો છે. તેમના નેતૃત્વમાં ભારતે 1965 માં પાકિસ્તાન સામેની લડાઇમાં વિજય મેળવ્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રી લગભગ 18 વર્ષ દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા.
લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન 11 જાન્યુઆરી, 1966 ના રોજ થયું હતું. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેઓ 1965 પાકિસ્તાન સામેની લડાઇ બાદ સોવિયત સંઘમાં ભાગ લેવા ઉઝ્બેકિસ્તાન ગયા હતા, જ્યાં તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કરવાના હતા. સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા બાદ 12 કલાકમાં જ તેમનુ નિધન થયું હતું.