જામનગરનાં ઢીંંચડા તળાવમાં જોવા મળ્યું એક અનોખું પક્ષી 'મ્યુટ સ્વાન'
Live TV
-
રાજ્ય સહિત સમગ્ર દેશનાં પક્ષી પ્રેમીઓ માટે જામનગરથી આનંદનાં સમાચાર આવી રહ્યા છે. યાયાવર પક્ષીઓનાં સ્વર્ગ તરીકે ઓળખાતા જામનગરમાં શિયાળાની ઋતુમાં અનેકવિધ પક્ષીઓ મહેમાન બને છે. આ પક્ષીઓમાં આ વર્ષે એક અનોખું પક્ષી 'મ્યુટ સ્વાન' જોવા મળ્યું છે. સામાન્ય રીતે ઉત્તર યુરોપીય વિસ્તાર, કેનેડા અને અમેરિકાનાં અમુક ભાગમાં જોવા મળતું આ મ્યુટ સ્વાન જામનગરનાં ઢીંચડા તળાવમાં જોવા મળ્યું છે. પક્ષીવિદોનાં જણાવ્યા અનુસાર, ભારતમાં પ્રથમ વખત આ મ્યુટ સ્વાન જોવા મળ્યું છે. પક્ષીવિદોના જણાવ્યા અનુસાર, ભારતમાં પ્રથમ વખત આ મ્યુટ સ્વાન જોવા મળ્યું છે.
આ મ્યુટ સ્વાનની ફોટોગ્રાફી કરવા તેમજ તળાવના પાણીમાં તેને વિહાર કરતું નિહાળવા રાજ્ય તેમજ રાજ્યબહારનાં પક્ષીપ્રેમીઓ ઢીંચડા તળાવ ઉમટી પડ્યા છે. જામનગરનાં ઢીંચડા તળાવમાં જોવા મળેલા મ્યુટ સ્વાન ઉપરાંત તળાવમાં સ્કીમર, ફ્લેમિંગો, પેલીકન, સ્પૂન બિલ અને કોરમોરેન પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જામનગરનાં રહેવાસીઓ પણ આ પક્ષીઓને મહેમાન સમજી તેમને કોઈ ખલેલ ના પહોંચે તે અંગેની પૂરતી કાળજી રાખે છે.