Skip to main content
Settings Settings for Dark

રાજકોટનાં ખાબરાબેલા ગામે મોતીકામ તાલીમ વર્ગ થકી 30 મહિલાઓ બની પગભર

Live TV

X
  • રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાનાં ખાબરાબેલા ગામની 30 થી વધુ મહિલાઓએ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા આયોજિત મોતીકામ અને બીડવર્કની તાલીમ મેળવી પરંપરાગત સંસ્કૃતિ તરફ પ્રયાણ કર્યું હતું. ગુજરાત સરકારનાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને હસ્તકળાના પુન:ઉદયમાં સામેલ કરવા માટે EDDI (ઈન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા) યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટનાં અલગ અલગ 11 તાલુકાઓમાં 'હસ્તકલા સેવાસેતુ યોજના' થકી ગ્રામીણ મહિલાઓ ફરી પરંપરાગત સંસ્કૃતિ તરફ વળે એવા આશયથી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માસ્ટર ટ્રેનર જોષી નિલેશભાઈ(ઉદ્યોગ સાહસિક), ખોરાબા મયુરભાઈ, હથિયારી નેહાબેન, જોષી ગીરિષભાઈ, સાગરભાઇ ડોઢીયા તેમજ ગાંધીનગર યુનિવર્સીટી અને વડોદરાનાં MRDI જેવી પ્રતિષ્ઠત ઈન્સ્ટિયૂટમાં તાલીમ આપનાર દક્ષાબેન મચ્છર(માસ્ટર ટ્રેનર)ની સાથે સેવા ફેડરેશન વતી અગ્નિહોત્રી આરુષીબેન કાર્યરત છે. જે હેઠળ 30 થી વધુ મહિલાઓએ મોતીકામની તાલીમ મેળવી છે, જેમાં ગામનાં આશા વર્કર આનંદબાની પણ સહાયતા પ્રાપ્ત થઈ છે.

    આ તાલીમ વર્ગમાં ગ્રામિણ મહિલાઓએ કાંસકા, હેરબેન્ડ, બ્રોચ, નેકલેસ, તોરણ, વીંઝણો જેવી ગૃહસુશોભનથી લઇને કચ્છની પરંપરાગત વસ્તુઓ બનાવવાની તાલિમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં ગ્રામ્ય બહેનોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું માર્ગદર્શન, સર્ટિફિકેટ અને કીટ આપી સન્માનિત કરાયા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply