હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા તીડ
Live TV
-
રણતીડ દેખાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં થોડા સમય પહેલાં જ રણતીડનું આક્રમણ થયું હતું. જેમાં માલણીયાદ, ઈશનપુર, ઘણાંદ સહિતના વિસ્તારોમાં તીડ દેખાયાં બાદ મયુરનગર અને ધનાળામા પણ રણતીડ જોવા મળ્યાં હતાં એ પછી હવે ફરી વાર હળવદ તાલુકાના જોગડ ગામની આસપાસના વિસ્તારમાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા. રણતીડ દેખાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. હાલ ખેડૂતોએ મગફળી, કપાસ, અડદ, ગવાર અને મગ સહિતના પાકોનું વાવેતર કર્યું હોય છે. આવામાં રણ તીડનું આક્રમણ ખેડૂતો માટે આફત સમાન બની શકે છે. જો કે ખેડુતોની જાગૃતિ ના પગલે, હાલ તો મોટા અવાજો કરીને રણતીડને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્થાનિક તંત્રને પણ ગ્રામજનો દ્વારા રણતીડ વિશે માહિતી આપવામાં આવી છે. જેના પગલે ગ્રામ સેવક તલાટી કમ મંત્રી સહિતના કર્મચારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવાંમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે...
