હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્રારા યોજાયા સમુહ લગ્ન
Live TV
-
ગોધરામાં 60 યુગલોએ પાડયા પ્રભુતાના પગલા.
એક તરફ ઠેર ઠેર ધર્મ અને જાતિના નામે કોમી હિંસાના બનાવો બની રહ્યા છે, તેવા સમયમાં દેશને એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશો આપવા પંચમહાલના ગોધરાના મુસ્લિમ ભાઈઓએ હિન્દૂ-મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરીને એકતા અને ભાઈચારાનો ઉત્તમ ઉધાહારણ પૂરું પાડયું છે. ગોધરાના મુસ્લિમ સમાજના હમદર્દ ટ્રસ્ટ દ્વારા હિન્દૂ અને મુસ્લિમ યુવક યુવતીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 60 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. તેમાં 55 મુસ્લિમ અને 5 હિન્દુ યુવક-યુવતીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ યુગલો માટે નિકાહની વિધિ કરવામાં આવી હતી જયારે હિંદુઓ માટે હિન્દુ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. હિન્દૂ-મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન સમૂહ લગ્નમાં હિન્દુ-મુસ્લિમ-શીખ તથા ખ્રિસ્તી સમાજના આગેવાનો અને ધર્મ ગુરુઓ હાજર રહ્યા હતા. તમામ લોકોએ સાથે મળીને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ એકતા સમૂહ લગ્નનું આયોજન હમદર્દ ટ્રસ્ટના મુસ્લિમ આગેવાનોએ કર્યુ હતું. તેમજ આગામી વર્ષે યોજાનારા સમૂહ લગ્નમાં દરેક સમાજના 100-100 યુગલોના સમૂહ લગ્ન કરવાની જાહેરાત પણ કરી હતી. સામાન્ય રીતે દરેક સમાજ માત્ર પોતાના સમાજના યુવક યુવતીઓનું જ સમૂહ લગ્ન કરતા હોય છે. પરંતુ મુસ્લિમ આયોજકોએ હિન્દુ કપલોને પણ સમૂહ લગ્નમાં જોડીને એકતાની સુંદર પહેલ કરી છે.