એવુ પુસ્તક આકારનું મ્યુઝિયમ કે જ્યાં 3Dમાં ડૉ.આંબેડકરને Live સાંભળી શકશો
Live TV
-
દિલ્હીના અલીપુર રોડ ખાતે 14 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે
રાજધાની દિલ્હીના અલીપુર રોડ પર ડૉ.બી.આર.આંબેડકર નેશનલ મ્યુઝિમ બનીને તૈયાર થઈ ગયુ છે..14 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે..ત્યારે યુટ્યુબ પર આ વિડિયો ખૂબ જોવાઈ રહ્યો છે..બહારથી પુસ્તક જેવા દેખાતા આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે તમે ત્રણ સ્થળે ડૉ.આંબેડકરને 3ડી માં લાઈવ સાંભળી શકશો..તેમાં આંબેડકરની મૂળ અવાજનું મિક્સિંક કરવામાં આવ્યુ છે..મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતા જ બોધી વૃક્ષની નીચે ડૉ.આંબેડકરની 12 ફૂટની પ્રતિમા જોવા મળશે..25 મહિનાની મહેનત બાદ 100 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મ્યુઝિમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં બે મત નથી..