તાજમહલની ઝલક માત્ર ત્રણ કલાક પૂરતી, કેમ લેવાયો આ નિર્ણય જાણો
Live TV
-
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ઈસ્યૂ કરેલી નોટિસ મુજબ તાજમહલમાં 1 એપ્રિલ, 2018થી મુલાકાતીઓ માટે એન્ટ્રીનો સમય માત્ર ત્રણ કલાક પૂરતો જ રહેશે. સ્મારક ખાતે લોકોની થતી અપાર ભીડને નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતની ઐતિહાસિક ઈમારતોની સંભાળ રાખતી સંસ્થા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તાજમહલની મુલાકાતનો સમય હવે નિશ્વિત કરી દીધો છે. દરેક મુલાકાતી ફક્ત 3 કલાક માટે જ મુલાકાત લઈ શકશે. જો કોઈ વ્યક્તિ 3 કલાકથી વધારે સમય તાજમહલ પરિસરમાં રોકાશે તો વધારાની રકમ દંડરૂપે બહાર નીકળતી વખતે એણે ચૂકવવી પડશે. આની પાછળનો હેતુ પૈસા કમાવાનો નથી, પરંતુ આ ઐતિહાસિક ઈમારતની સુરક્ષા વધારવાનો અને તેની સાર-સંભાળ સારી રીતે રાખવાનો છે.