500 વર્ષ જુના હનુમાન મંદિરને વિકસાવશે એક મુસ્લિમ બિરાદર
Live TV
-
"હ" સે હિન્દુ, ઔર "મ" સે મુસલમાન, "હમ" સે સારા હિન્દુસ્તાનની એકતાનું પ્રતિક ફેલાવે છે આ મુસ્લિમ બિરાદર
હનુમાન જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી હતી. ત્યારે અમદાવાદ શહેરના એક ખૂણામાં ક્યાંક હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા હતા. અમદાવાદના રિલીફ રોડ જીપીઓની સામે આવેલી ગલીમાં 500 વર્ષ જુના ભીડભંજન હનુમાન મંદિરની સ્થાપનામાં એક મુસ્લિમ વ્યકતિ એ મહત્વપૂર્ણ યોગદાન આપી કોમી એકતામાં દરાર પેદા કરનારાઓ પર એક લપડાક ચોપડી છે.
માં ડેવલોપર્સના ગુલામ મયુદ્દીન અબ્દુલ કાદિર મેમણ દ્વારા આ હનુમાનજીના પ્રાચીન મંદિરને પૂર્ણ અને સુંદર રીતે વિકસાવવાની જવાબદારી સ્વીકારી હનુમાનજીના મંદિરને એક અનેરો ઓપ આપી હિન્દૂ મુસ્લિમ એકતાની મિસાલ કાયમ કરી છે. હનુમાન જયંતિના પર્વ નીમીતે સવારથી જ સર્વે જ્ઞાતિ માટે મંદિરમાં હનુમાન યજ્ઞ, અન્નકૂટ સાથે તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનો સર્વે લોકો દ્વારા લાભ લેવામાં આવેલ। ભીડ ભંજન હનુમાનના નામે ઓળખતા દાદાના પ્રાચીન મંદિરના કામકાજ હેઠળ આખા મંદિરને રિનોવેટ કરવાની જવાદારીને સંપૂર્ણ રીતે મયુદ્દીન ભાઈ દ્વારા સ્વીકારી મંદિરને સુંદર ભવ્ય લુક આપવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહિ. સર્વે હિન્દૂ-મુસ્લિમ દ્વારા પણ આ મંદિર પ્રત્યે અથાગ ભાવના હોવાથી સૌ કોઈ સાથે મળી એકતાના દર્શનનો અનેરો પરિચય કરાવતા હનુમાન જયંતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મયુદ્દીન ભાઈનો ભીડ ભંજન હનુમાન પરિવાર અને બ્રાહ્મણો દ્વારા ખાસ સત્કાર કરવામાં આવ્યો હતો.