Skip to main content
Settings Settings for Dark

10મી નવેમ્બરથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતગર્ત રાજ્યમાં નવા 152 ભોજન વિતરણ કેન્દ્રનો કરાશે શુભારંભ

Live TV

X
  • 10મી નવેમ્બરથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતગર્ત રાજ્યમાં નવા 152 ભોજન વિતરણ કેન્દ્રનો કરાશે શુભારંભ

    ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. રાજ્યમાં આગામી 10મી નવેમ્બરથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતગર્ત નવા 152  ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાશે. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં 118 ભોજન વિતરણ કેન્દ્રો કડીયાનાકા પર કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ઓક્ટોબર 2023 સુધીમાં 52 લાખથી વધુ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે. જે અંતર્ગત વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 માં કુલ 23 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.

    પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, નવા શરૂ થનાર ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 49, સુરતમાં 22, જામનગરમાં -10, વડોદરામાં-9, ગાંધીનગરમાં – 8 અને રાજકોટમાં 5 અને અન્ય એમ મળીને કુલ 152 કેન્દ્રોનો સમાવેશ થાય છે. જેનો દૈનિક 50 હજાર કરતાં વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply