26 જાન્યુઆરીથી મિશન વિદ્યા-2 અંતર્ગત બાળકોને ઘરે જઇને શિક્ષણ અપાશે
Live TV
-
દાદરાનગર હવેલી,દમણ,દીવના શિક્ષા સચિવ પૂજા જૈને ત્રણેય સંઘ પ્રદેશમાં કથળતા જતા શિક્ષણ સ્તરને સુધારવા શ્રેણીબદ્ધ પગલાં લીધા છે અને એના અમલીકરણ માટે ખાનવેલ અને સેલવાસમાં 1600 શિક્ષકો સાથે સીધો સંવાદ કરી પ્રદેશમાં મિશન વિદ્યા-2 અંતગત મિનિમમ લેવલે બાળકોને શિક્ષિત કરી શરૂઆત કરવા નિર્ણય કર્યો છે.
દાદરાનગર હવેલી,દમણ,દીવના શિક્ષા સચિવ પૂજા જૈને ત્રણેય સંઘ પ્રદેશમાં કથળતા જતા શિક્ષણ સ્તરને સુધારવા શ્રેણીબદ્ધ પગલાં લીધા છે અને એના અમલીકરણ માટે ખાનવેલ અને સેલવાસમાં 1600 શિક્ષકો સાથે સીધો સંવાદ કરી પ્રદેશમાં મિશન વિદ્યા-2 અંતગત મિનિમમ લેવલે બાળકોને શિક્ષિત કરી શરૂઆત કરવા નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. નબળા બાળકોની યાદી સ્વામૂલ્યાંકન રીતે તૈયાર કરી સુધારો આવે એવું શિક્ષણ ઘરે ઘરે જઈ આપવામાં આવ્યુ હતુ. આ સાથે ધોરણ-૧ થી ૮ના વિદ્યાર્થીઓનો શિક્ષકોએ વાંચન, લેખન અને ગણનનું સ્વમુલ્યાંકન કરી વિદ્યાર્થીઓના પરિણામ સુધારા માટે શિક્ષણ વિભાગે શાળાઓમાં મિશન વિદ્યા ચલાવવામાં આવ્યું હતુ. આ અભિયાન દ્વારા સાનુકૂળ પ્રતિસાદ મળતા ફરી ત્રણેય પ્રદેશના ૫૫ હજાર બાળકોને ઘેર ઘેર જઈ શિક્ષણ આપવાનો કાર્યક્રમ 26 જાન્યુઆરીથી મિશન વિદ્યા- 2 અંતર્ગત પ્રારંભ કરાશે. હાલ કોરોનાને કારણે પ્રાથમિક શાળાઓ બંધ છે. જેના કારણે બાળકોના રહેઠાણ પર જઇ અથવા રહેઠાણના આજુબાજુની સુગમ જગ્યાએ બાળકોને નિર્ધારિત ગૃપમાં શિક્ષકો શિક્ષણ આપશે.
