બાઇકર દુરૈયાની વિકાસ અને જાગૃતિલક્ષી પહેલ
Live TV
-
બાઇકર તરીકે જાણીતી સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા તૈયાર થઈ રહી છે, દુરૈયા આગામી 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળશે. પોતાની ભારત યાત્રા દરમિયાન દુરૈયા સતત 35 દિવસ સુધી ભારત ભ્રમણ કરશે અને 13 રાજ્યોના લગભગ 4500 ગામડાઓની 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે. આ રાઇડનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારતના અભિયાનને જન-જન સુધી પહોંચડવાનો છે. ઉપરાંત દુરૈયા ગામડાના લોકોને કોવિડ -19 મહામારી પ્રત્યે જાગૃત કરવાનો પણ પ્રયાસ કરશે, સાથે જ તે ગામડાઓમાં લોકોને નિઃશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર પેડ અને ડસ્ટબીનનું વિતરણ પણ કરાશે. દુરૈયાએ ત્રણ મહિના સુધી તાલીમ લઈને આ માટે લાઈસન્સ મેળવ્યું છે.
