સાયકલ સવાર બ્રિજેશ શર્મા મિશન પોલ્યુશન ઇન્ડિયા ફ્રીના નારા સાથે દ્વારકા પહોંચ્યા
Live TV
-
મિશન પોલ્યુશન ઇન્ડિયા ફ્રીના નારા સાથે સાયકલ યાત્રા લઇ નિકળેલ યુવાન બ્રિજેશ શર્મા દ્વારકા પહોંચ્યો હતો. ગાંધીનગર થી સપ્ટેમ્બર-2019ના રોજ નીકળી આજે સાત રાજ્યોના 160 સિટી ફરી 6500 ગામો થઈ લગભગ 22 લાખ બાળકોને જાગૃત કરી સાયકલ વીર બ્રિજેશ શર્મા દ્વારકા પહોંચ્યો હતો. અને દ્વારકાધીશના દર્શન કરી ફરી પોતાની યાત્રા આગળ વધાવી હતી. વાત કરીએ આ સાયકલ વીરની તો બ્રિજેશ શર્મા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ઓર્ગેનિક ખેતી બાબતે બાળકો અને ખેડૂતોને જાગૃત કરવા ગામે ગામ, સ્કૂલો, દુકાનોમાં જઈ પ્લાસ્ટિક બાબતે જન જાગૃતિ ફેલાવી રહ્યો હતો. અને ગામડે ગામડે જઈ ગ્રામ્ય લોકો સાથે ઓર્ગેનિક ખેતી બાબતે જાગૃતિ ફેલાવવાનું કાર્ય આ સાયકલ વીર કરી રહ્યો હતો. માત્ર પોતાની સાયકલ સાથે એકલો નીકળેલ યુવાન પોતે ગાંધીનગરમાં નોકરી છોડી આ અભિયાનને સાકાર કરવા જન જાગૃતિ ફેલાવવા આ કાર્યમાં જોડાયો છે.
