Skip to main content
Settings Settings for Dark

સુદાસણાના શિક્ષકો દ્રારા જૈવિક ખાતર બનાવી વિદ્યાર્થીઓને અપાતું પ્રકૃતિ શિક્ષણ

Live TV

X
  • શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એક શિક્ષક ઇચ્છે તો વિદ્યાર્થીને અભ્યાસની સાથે સાથે પ્રકૃતિ જતન જેવા સંવેદનશીલ મુદ્દે પણ પાઠ ભણાવી શકે છે. નવા સુદાસણા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડીને જૈવિક ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા આપીને  અનુકરણીય ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી.M.Y. દક્ષિણી તથા જિલ્લા શિક્ષણાધિકારી ગૌરાંગ પંડ્યા તેમજ આસિસ્ટન્ટ જિલ્લા શિક્ષણાધિકારી પુલકિત જોશીના સીધા માર્ગ દર્શન દ્વારા નવા સુદાસણા પ્રાથમિક શાળાના આચાર્ય અજીતસિંહ રાઠોડ તથા શિક્ષક ચિરાગ પટેલ તથા અન્ય શિક્ષકોએ જૈવિક ખાતર બનાવવાની શરૂઆત કરી હતી. શાળાના પ્રાંગણમાં આવેલા વૃક્ષોના કચરાને ભેગો કરી શાળામાં જ ઉગતા શાકભાજી માટે ખાતર ઉપયોગમાં લેવામાં આવતું. પરિણામે બાળકોને મધ્યાહન ભોજન માટે રસાયણ મુક્ત શાકભાજી મળતા થયા તેમજ હવે તો સુદાસણાની શાળામાં  બનતું  ખાતર અન્ય શાળાઓમાં પણ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply