35 વર્ષથી મૂર્તિ બનાવતા હિંમતભાઈ બનાવી રહ્યા છે ડૉ. વર્ગીસ કુરિયનની મૂર્તિ
Live TV
-
શિક્ષણનગરી તરીકે જાણીતા વિદ્યાનગરના હરિઓમ નગર ખાતે રહેતા હિંમતભાઈ પંચાલ છેલ્લા ૩૫ વર્ષથી વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે.
તેઓએ ૧૯૮૬ માં ફાઈન આર્ટસ, વિદ્યાનગર ખાતે કળાની તાલીમ હાંસિલ કરી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી તેમણે ફાયબર, લાકડુ, આરસીસી, કાંસ્ય, પી.ઓ.પી. અને માટીમાંથી વિવિધ પ્રકારની નાની, મોટી મૂર્તિઓનું સર્જન કર્યુ છે.
હાલમાં તેઓ ડો. વર્ગીસ કુરીયનની કાંસ્યની અર્ધપ્રતિમા તૈયાર કરી રહ્યાં છે. આ કાંસ્ય પ્રતિમામાં તાંબુ, પીત્તળ તેમજ જસતનો ઉપયોગ કરાયો છે. તેઓ આ કાંસ્યની અર્ધપ્રતિમા તૈયાર કરવા દરરોજ 5 થી 7 કલાક મહેનત કરે છે. આજના ડીઝીટલ જમાનામા આવા કલાકારો દ્વારા તૈયાર થનારી મૂર્તિઓ એક આકર્ષણનું કેન્દ્ર બની ચુકી છે.
