Skip to main content
Settings Settings for Dark

દમણઃ બહેનો પાપડના ધંધા થકી બની આત્મનિર્ભર, નાગલીના પાપડ બન્યા ફેમસ

Live TV

X
  • કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો આત્મનિર્ભર થઈ રહી છે. મોટી દમણના ઝરી વિસ્તારમાં સખી મંડળ દ્રારા પાપડનો લઘુ ઉધોગ શરુ કરવામાં આવ્યો છે. દમણમાં ડીઆરડીએ વિભાગ દ્રારા બહેનોને પાપડના ઉધોગ માટે ટ્રેનિગ પણ આપવામાં આવી હતી.

    આજે મહિલાઓ જુદા-જુદા પાપડનુ ઉત્પાદન કરી રહી છે. દમણમાં સ્થાનિક નાગલીના પાપડ ખાસ જાણીતા છે, જેને લેવા માટે અનેક લોકો આવે છે. પાપડના ઉધોગથી આ સખી મંડળો અન્ય મહિલાઓને પ્રેરણા આપી રહી છે.

    પાપડની ખરીદી કરી સ્થાનિક લોકો પણ આ સખી મંડળોને સહકાર આપી રહ્યા છે. કોરોનાના સમયમાં આ સખી મંડળોની મહિલાઓ માસ્ક અને ગ્લોઝ પહેરે છે અને સામાજીક અંતર પણ જાળવે છે. કોરોનાના સમયમાં આર્થિક મંદી વચ્ચે આ બહેનો આત્મનિર્ભર બની રોજગાર મેળવી રહી છે અને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply