મોરબીને 97 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપતા CM રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂપિયા 19 કરોડની યોજનાનો ઇ-લોકાર્પણ તેમજ બ્રાહ્મણી-1 અને 2 ડેમ આધારિત NCD-4 ગ્રૂપ સુધારણાની રૂપિયા 79 કરોડની યોજનાના ઇ-ખાત મૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂપિયા 19 કરોડની યોજનાનો ઇ-લોકાર્પણ તેમજ બ્રાહ્મણી-1 અને 2 ડેમ આધારિત NCD-4 ગ્રૂપ સુધારણાની રૂપિયા 79 કરોડની યોજનાના ઇ-ખાત મૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. આમ એક જ દિવસમાં મુખ્યમંત્રીએ રૂપિયા 97 કરોડના વિકાસ કામોની ભેટ મોરબીને આપી હતી. પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ સચિવ ધનંજય દ્વિવેદી તેમજ ગાંધીનગરથી અને મોરબી ખાતેથી ભાજપા અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ પણ આ અવસરે જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ-ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોંચાડીને સૌના તંદુરસ્ત સ્વસ્થ જીવન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે તેમણે જણાવ્યું,કે, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી નળથી પહોંચાડીને ફ્લોરાઇડ મુક્ત, ક્ષાર મુક્ત પાણી આપીને લોકોને પથરી, હાથી પગા જેવા રોગથી મુક્ત કરવાનો સરકારનો ઉદ્દેશ છે.
