Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં ગુજરાત બાળ અને કિશોર શ્રમ સુધારા વિધેયક બહુમતીથી પસાર

Live TV

X
  • ગુજરાતને બાળશ્રમિક મુક્ત રાજ્ય બનાવવાનો રાજ્ય સરકાર દ્વારા મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત બાળશ્રમિકો તથા કિશોર શ્રમિકોને કામે રાખતા માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

    ગુજરાતને બાળશ્રમિક મુક્ત રાજ્ય બનાવવાનો રાજ્ય સરકાર દ્વારા મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત બાળશ્રમિકો તથા કિશોર શ્રમિકોને કામે રાખતા માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યુ હતું. ગુજરાત વિધાનસભામાં ગુજરાત બાળ અને કિશોર શ્રમ સુધારા વિધેયક બહુમતીથી પસાર કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યુ કે, રાજ્યમાં બાળકોને કોઈપણ વ્યવસાયમાં તથા કિશોર શ્રમિકોને જોખમી પ્રક્રિયા અને વ્યવસાયોમાં કામે રાખવા બદલ તેમની પાસેથી રૂપિયા એક લાખનો દંડ વસુલવામાં આવશે. આ દંડની રકમમાં વધારો કરવાથી માલિકો બાળશ્રમિકો અને કિશોર શ્રમિકોને પોતાને ત્યાં કામે રાખતા અટકશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ કાયદાની કલમ-૧૭ A અને કલમ-14 Dમાં 'ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ'ની જગ્યાએ 'ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર અથવા ડાયરેક્ટર ઓફ લેબર અથવા રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી' ને સત્તાઓની સોંપણી કરવામાં આવી છે. સત્તાનું વિકેન્દ્રીકરણ થવાથી આ કાયદાનું ઝડપી અને અસરકારક અમલીકરણ થશે તેમ પણ તેમણે જણાવ્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply