Skip to main content
Settings Settings for Dark

CRPFના શહીદ જવાનોના પરિવારના સુખ દુઃખમાં સાથ આપવા કટિબંધ CRPF GC ગાંધીનગર

Live TV

X
  • દેશ માટે સર્વોચ્ય બલિદાન આપી દેશ સુરક્ષા માટે શહીદ થયેલા CRPF જવાનો નાં ધર્મપત્ની અને તેમના પરિવાર નો આત્મ મનોબળ વધે અને તે માટે CRPF ગ્રુપ સેન્ટર ગાંધીનગર દ્વારા એક અનોખો કાર્યકમ આયોજિત કરવા માં આવ્યો હતો જેમાં CRPF ગ્રુપ સેન્ટર ગુજરાત DIG રામ સિંઘ એ જણાવ્યું હતું કે CRPF હંમેશા શહીદો નાં પરિવાર સાથે છે અને દરેક સુખ દુઃખ ની પરિસ્થિતિ માં અમે પરિવાર નાં સભ્ય બની અને યથાશકિત મદદ માટે તત્પર છીએ.

    પરિવાર કલ્યાણ કેન્દ્ર, CRPF દ્વારા ગાંધીનગર ના CRPF સભાગૃહમાં શ્રી રામ સિંહ, DIG, ગ્રુપ સેન્ટર, ગાંધીનગર, વીર-નારી ડૉ. સંજુ સિંઘ, ચેરપર્સન - શૈલેન્દ્ર સારથી ફાઉન્ડેશન, તેમજ શહીદ DIG શૈલેન્દ્ર વિક્રમ સિંહ નાં ધર્મ પત્ની તેમજ અમદાવાદ - ગાંધીનગર આસપાસ ની વીરનારીઓ કે જેમના પતિ એ આતંકવાદ, ઉગ્રવાદ, નક્સલવાદ અને અલગ-અલગ સંજોગોમાં દેશ સુરક્ષા માટે પોતાની શહીદી આપી છે તે પરિવાર સહિત કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે ચેર પર્સન, શૈલેન્દ્ર સારથી ફાઉન્ડેશન, ડૉ. સંજુ સિંઘે પોતાનો અનુભવ શેર કર્યો અને તમામ મહિલાઓને મજબૂત બનવા પ્રોત્સાહિત કર્યા. તેઓનું ફાઉન્ડેશન વતી શહીદ પરિવાર નાં સભ્યો ને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને ભેટ પણ આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો, કાર્યક્રમ માં CRPF અધિકારીઓ, મહિલા અધિકારીઓ અને CRPF પરિવાર સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેના કારણે આ કાર્યક્રમ ખૂબ જ આકર્ષક અને પ્રેરણાદાયી બન્યો. 

    મહિલા ઉત્થાન માટે પ્રયત્નશીલ CRPF અધિકારીઓ નાં ધર્મપત્ની શ્રીમતી પ્રેમલતા કોહલી, શ્રી વિજય કુમાર વર્મા, કમાન્ડન્ટ અને સન્માનિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સપન સુમન દ્વારા કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply