#GoodNews : રેલવે ચેકિંગ સ્ટાફની ઈમાનદારી, ટ્રેનમાં ભૂલી ગયેલા UPના માઈન્સ મિનિસ્ટરનું પર્સ પરત કર્યું
Live TV
-
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કર્મચારીઓની પોતાની ફરજ દરમિયાન ઈમાનદારી દર્શાવી છે. ઉત્તરપ્રદેશના માઇન્સ મિનિસ્ટિર અર્ચના પાન્ડે અમદાવાદથી નવી દિલ્હી જતા સમયે તેઓ પોતાનું પર્સ કૉચમાં ભૂલી ગયા હતા, જે રેલવેના કર્મચારીઓ પરત કર્યું છે.
તારીખ 1 એપ્રિલ 2018ના રોજ ઉત્તરપ્રદેશના માઈન્સ મિનિસ્ટર અમદાવાદ મંડળની સ્વર્ણ જ્યંતી રાજધાની ટ્રેન નંબર 12957 ટ્રેનમાં મુસાફરી કરી હતી, તેઓ ટ્રેનના H/1 કોચમાં મુસાફરી કરતા હતા, ત્યારે તોઓ પોતાનું પર્સ ટ્રેનના કૉચમાં જ ભૂલી ગયા હતા, જેમાં 1,10,160 રૂપિયા રોકડ અને સ્માર્ટ ફોન પણ હતો. જોકે ટ્રેનના સુપ્રિન્ટેન્ડન્ટ નરેન્દ્ર મક્કડ પણ પોતાની ફરજ બજાવતા હતા, ત્યારે તેમણે જાણ થતાં પ્રમોદ કુમાર, નરેન્દ્ર મક્કડ અને તેમની ટીમએ મંત્રીના પુત્ર આશિષ પાન્ડને જાણ કરી હતી, અને તેમનું પર્સ પરત કર્યું હતું.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઉત્તરપ્રદેશના મંત્રી અર્ચના પાન્ડેને કદાચ ખબર જ નહીં હોય કે, તેમણે પોતાનું પર્સ ક્યાં ભૂલી ગયા છે, જો કે, રેલવેના કર્મચારીઓની ઈમાનદારીથી તેઓ પણ ખુશ થયા અને તેમની પ્રમાણિકતાને વખાણી હતી.