Skip to main content
Settings Settings for Dark

GPSC મેગા પરીક્ષા: આગામી રવિવારે 4 મહત્વની જાહેરાતો માટે પરીક્ષા

Live TV

X
  • GPSC મેગા પરીક્ષા: આગામી રવિવારે 4 મહત્વની જાહેરાતો માટે પરીક્ષા

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારે એક સાથે 4 મહત્વની સરકારી ભરતી જાહેરાતો માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની આ પ્રતિષ્ઠિત પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

    પરીક્ષાનો સમય અને મહત્વની વિગતો

    આ મેગા પરીક્ષા રાજ્યના વિવિધ કેન્દ્રો પર કડક સુરક્ષા અને પારદર્શી વાતાવરણમાં યોજાશે. પરીક્ષા આગામી રવિવારે સવારે 11 વાગ્યાથી બપોરે અઢી વાગ્યા દરમિયાન યોજાનારી આ મેગા પરીક્ષામાં ગુજરાત વહીવટી સેવા, અકાઉન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે રાજ્યભરમાંથી કુલ 75 હજાર 487 ઉમેદવારો ભાગ લેશે. 

    કઈ-કઈ પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા?

    આ રવિવારે યોજાનારી પરીક્ષામાં રાજ્ય સરકારના ક્લાસ-1 અને ક્લાસ-2 સ્તરના મહત્વના પદોનો સમાવેશ થાય છે, જેમાં મુખ્યત્વે ગુજરાત વહીવટી સેવા (Gujarat Administrative Service) , અકાઉન્ટ ઓફિસર (Account Officer), આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (ACF).

    તંત્ર સજ્જ: દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધા

    પરીક્ષાને સુચારુ અને સંપૂર્ણ પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે આયોગ અને સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અટકાવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

    પરીક્ષામાં ભાગ લઈ રહેલા દિવ્યાંગ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ સુવિધાઓ અને અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply