Skip to main content
Settings Settings for Dark

NCC થલ સેનાના નેશનલ લેવલના કેમ્પમાં એમ.એસ.યુનિ. ના ત્રણ વિધ્યાર્થીઓ ઝળકયા

Live TV

X
  • વડોદરાની એમ.એસ. યુનિ.ના ત્રણ વિધ્યાર્થીઓ કે જેમાં બે વિધ્યાર્થિની અને એક વિધ્યાર્થીનું એન. સી.સી.થલ સેનાના નેશનલ લેવલના કેમ્પમાં સિલેકશન થવા પામ્યું હતું. આ કેમ્પ બીજા લેવલનો ઉચ્ચતમ કેમ્પ કહેવાય છે. આ કેમ્પ માટેની સિલેકશન પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ હોય છે, જેમાં પ્રાથમિકથી લઈને ફાઇનલ સુધી 7 જેટલા કેમ્પમાંથી પસાર થયા પછી લગભગ 50,000 જેટલા એન.સી. સી. કેડેટ્સમાંથી 88 જેટલા કેડેટ્સ ની પસંદગી થઈ હતી.જેમાં એમ. એસ. યુનિ. ના ત્રણ વિધ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

    જેમાં વિપુલ પાલ ઓબ્સ્ટેકલ ટ્રેનિંગમાં ઓલ ઈન્ડિયા લેવલે બીજા ક્રમે અને જજિંગ ડિસ્ટન્સમાં વંશિકા પાટીદાર ઓલ ગુજરાતમાં બીજા ક્રમે રહી યુનિર્વસીટીનું ગૌરવ વધાર્યું હતું. સાથે સાથે યસશ્વી રાઠોર એ માસ્ટર ઓફ સેરેમનીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. આ કેમ્પમાં ફાઇનલ સેરેમનીમાં ડેપ્યુટી સિનિયર તરીકે તમામ 88 જેટલા કેડેટ્સને લીડ કરવાનો અને સમગ્ર કેમ્પ દરમિયાન લીડ કરવાનો પણ અનુભવ મેળવ્યો હતો.

    વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) વિજય કુમાર શ્રીવાસ્તવે 6 ગુજરાત ગર્લ્સ બટાલિયનના કેપ્ટન હરજીત કૌર અને 3 ગુજરાત બટાલિયનના રવિ નાયક તથા ત્રણ વિધ્યાર્થીઓને સફળતા બદલ અભિનંદન પાઠવતા તેમની સાથે કેમ્પ દરમિયાન ટ્રેનિંગ અને સાથે સાથે અભ્યાસને કેવી રીતે સુસંગત કરી રહ્યા છે તેના વિષે માહિતી આપી હતી, કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજનાનો પણ એમ.એસ.યુનિ. ના વિધ્યાર્થીઓને જોડાવા માટે એન.સી. સી. ના કેડેટ્સ પ્રયત્નશીલ બને અને એમ.એસ. યુનિ. તરફથી વધુમાં વધુ વિધ્યાર્થીઓ એન. સી. સી. માં શ્રેષ્ઠ પ્રશિક્ષણ મેળવે તેનું માઇક્રો લેવલે મેનેજમેંટ કરવાના દિશાનિર્દેશ પણ આપ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply