Skip to main content
Settings Settings for Dark

86 વર્ષીય રમત વિરાંગના ડો. ભગવતીબેને લોકહિતાર્થે રૂ. પાંચ લાખનું અનુદાન કર્યું

Live TV

X
  • તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાના ઇલેક્શન આઇકન તરીકે કામ કરી મતદારોને પ્રોત્સાહિત કરનારા શહેરના ૮૬ વર્ષના રમત વિરાંગના ડો. ભગવતીબેન ઓઝાએ વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેમણે પોતાની મરણમૂડીમાંથી પીએમ કેર ફંડ અને મુખ્યમંત્રીની રાહત નિધિમાં કુલ રૂ. ૫ લાખનું દાન આપ્યું છે.

    ડો. ભગવતીબેન પોતાના વ્યવસાય સાથે રમતગમતના શોખને પણ વિકસાવ્યો હતો. તેઓ સાથે તરણ, સાયકલિંગ સાથે સમાજસેવા પણ શરૂ રાખી. તેમની ઉંમર વધતી ગઇ પણ ધગશ વધતી ગઇ. લાંબા અંતરની સાયકલ યાત્રા, દેશવિદેશની તરણસ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો અને મેડલ જીત્યા. તેમના ઘરનો અડધો કમરો આવા મેડલ અને પ્રમાણપત્રોથી ભરેલો છે. આજે પણ તેઓ સાયકલ ચલાવે છે.

    આમ, યુવાનોને પણ શરમાવે એવી તંદુરસ્તી ધરાવતા ડો. ભગવતીબેન ઓઝાએ મુખ્યમંત્રીની રાહત નિધિમાં રૂ. ૨ લાખ અને પીએક કેર ફંડમાં રૂ. ૩ લાખના અનુદાનનો ચેક કલેક્ટરને અર્પણ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply