Skip to main content
Settings Settings for Dark

NLSA દ્વારા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય સુધારણા ઉદ્દેશ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ અરવિંદકુમાર તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીના સબળ માર્ગદર્શન હેઠળ તા. 8/11/2022 થી તા. 12/11/2022 દરમિયાન રાજ્યની તમામ અગ્રણી મધ્યસ્થ જેલોમાં બંધ કેદી બંધુઓને તેમના મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવા ઉપરાંત, કેદીઓના માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉદ્દેશથી વિવધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

    આ આયોજન અંતર્ગત પ્રાણાયામ તથા સુદર્શન ક્રિયા, યોગ, શ્વાસોશ્વાસ ની વિવિધ કસરતો તેમજ વિપશ્યનાની પ્રાથમિક સમજનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે ડૉ. સુભાષ સોની તથા તેમની ટીમ દ્વારા કેદી બંધુઓને આર્ટ ઓફ લિવિંગ અંતર્ગત પ્રાણાયામ તેમજ સુદર્શન ક્રિયાની સમજ આપવામાં આવી હતી. 

    આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ સીટી સિવિલ જજ. બક્ષી, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અમદાવાદ (ગ્રામ્ય) ડી એમ વ્યાસ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ આર. એ. ત્રિવેદી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ડિરેક્ટર ડૉ. વાયા, સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply