ONGC દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન પર કાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાઈ
Live TV
-
પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ તેમજ ONGC દ્વારા કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશન પર, બેટરી સંચાલિત કાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ તેમજ ONGC દ્વારા કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશન પર, બેટરી સંચાલિત કાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેવા રથ નામના આ પ્રોજેક્ટને, વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ તથા પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલવે મેનેજર અમિતકુમાર સિંહ સહિતના અધિકારીઓએ ખુલ્લો મૂક્યો હતો. બેટરી સંચાલિત કાર દિવ્યાંગ, વૃદ્ધ તેમજ બિમાર મુસાફરોની સેવા માટે, પ્રાંરભિક તબક્કામાં પ્લેટફોર્મ નંબર ૧, ૬ અને ૭ પર રાખવામાં આવશે. આ સેવા માટે BOC એપ્લિકેશનની મદદ લેવા હેલ્પલાઇન નંબર પણ, સ્ટેશન પર ડિસ્પલે કરવામાં આવ્યા છે.