અજરખ પ્રિન્ટ માટે જાણીતું છે આ ગામ, કોરોનામાં ધંધો ઠપ્પ થયો
Live TV
-
કચ્છનું અજરખપુર ગામ જે દેશ વિદેશમાં પોતાની અજરખ પ્રિન્ટ કળાને કારણે પ્રખ્યાત છે.
હસ્તકલા સાથે જોડાયેલા આ ગામમાં 500 પરિવારો છે, જેઓ અજરખ પ્રિન્ટ આર્ટથી સંબંધિત ધંધામાં કામ કરે છે, કોરોના તેમજ લોક ડાઉનના પગલે આ કારીગરોની હાલત છેલ્લા પાંચ મહિનાથી દારૂણી બની ગઇ છે.
તેઓનો ધંધો બંધ થઇ ગયો છે જેથી તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યાં છે. લોકડાઉનના પગલે પ્રવાસીઓ આવી શકતા નથી તેથી તેમનો ધંધો બંધ થઇ ગયો છે. આ પરિવારને પોતાનું ગુજરાન ચલાવવામાં પારાવાર મુશ્કેલી થઇ રહી છે.