Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનીવર્સીટીને નેશનલ ફોરેન્સિક સાઇન્સીઝ યુનિવર્સિટી તરીકે જાહેર કરાઇ

Live TV

X
  • દેશમાં ફોરેન્સિક સાયન્સીઝ ક્ષેત્રે સ્ટડી અને રીસર્ચનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકારનું વધુ એક નક્કર કદમ, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનીવર્સીટીને ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપી નેશનલ ફોરેન્સિક સાઇન્સીઝ યુનિવર્સિટી તરીકે જાહેર કરાઇ

    કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા

    દેશ-વિદેશમાં ઓફ-કેમ્પસ સેન્ટર તથા ઓફ-શોર કેમ્પસની સ્થાપના થકી ફોરેન્સિક સાયન્સના શિક્ષણ, રિસર્ચ, ટ્રેનીંગ અને કન્સલ્ટન્સીંગનો વ્યાપ દેશ અને દુનિયામાં ફેલાવવા આ યુનિવર્સીટીની ભૂમિકા પાયારૂપ બનશે

    આ સૂચિત કેન્દ્રિય યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર ખાતે રહેશે : વિવિધ કેન્દ્રીય સંસ્થાઓ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને વિદેશી સંસ્થાઓ પાસેથી રિસર્ચ અને કન્સલ્ટન્સીંગ પ્રોજેક્ટ મેળવવામાં સરળતા રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવાશે. કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા

    ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્યની આ યુનિવર્સિટીએ દેશ-વિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવી છે ત્યારે ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનુ બિલ આજે લોકસભામા કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી શ્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામા પસાર કરાયુ હતું.જે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે.કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનો મંત્રી જાડેજાએ આભાર વ્યક્ત કરતા કર્યો છે.

    મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે નાગરીકોને સુરક્ષા પૂરી પાડવા અને ત્વરિત ન્યાય મળે તે માટે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે ત્યારે આ યુનિવર્સિટી દેશ અને દુનિયા માટે મહત્વની પૂરવાર થશે. તેમણે ઉમેર્યું કે, આજનાં ડીજીટલ યુગના સમય-ગાળામાં ફોરેન્સિક સાયન્સ જેવા વિષય અંગેની નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા રાજ્યમાં છે. જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને મજબૂત બનાવવા અંગેનાં રીસર્ચ અને ટ્રેનીંગનું છે. રાજ્ય સરકારની આ ક્ષેત્રે વિકાસ કરવાની પ્રતિબધ્ધતાના કારણે આ કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેના પરિણામે દેશ-વિદેશના આ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સીધો લાભ મળશે.

    મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત ફોરન્સીક સાયન્સ યુનીવર્સીટીની સ્થાપના એ ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રીશ્રી અને હાલના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે, જેની સ્થાપનાનો મૂળ હેતુ દેશ અને દુનિયામાં ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની કમીને પહોંચી વળવા માટેનો હતો. સમયાંતરે ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની અપૂરતી સંખ્યા અને તેની ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ પરની અસરોને ધ્યાને લેતા એક અલાયદી સંસ્થા હોવી જોઈએ એ વિચાર સાથે જીએફએસયુની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મૂળ હેતુ ફોરેન્સિક સાયન્સ અને તેના સ્પર્શતા અન્ય વિષયો જેવા કે સાયબર ક્રાઈમ, ડીજીટલ ફોરેન્સિક, બીહેવીરલ સાયન્સ વગેરેમાં શિક્ષણ, ટ્રેનીંગ, રીસર્ચ અને કન્સલ્ટન્સી પૂરી પાડવી છે. માત્ર ૧૦ વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં ૧૦,૦૦૦થી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુન્હા સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની ભૂમિકા અને યોગદાનને ધ્યાને લેતા તેને કેન્દ્રીય કક્ષાએ આગળ વધારવી આખાય દેશનાં પરિપ્રેક્ષ્યમાં જરૂરી હોય પ્રધાનમંત્રીશ્રીએ આ યૂનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, GSFU એ ૫૮ દેશો સાથે MOU કર્યા છે જે અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી રહી છે. એ જ રીતે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ મ્યાનમાર, માલદિવ, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, ત્રિનીદાદ અને ટોબેગો જેવા દેશમાં off-shore કેમ્પસ સ્થાપવાની અનેક દરખાસ્તો આ યુનિવર્સિટી પાસે આવે છે.

    મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, આ યુનિવર્સિટીમાં દેશમાં ઓફ કેમ્પસ સેન્ટર તથા વિદેશમાં ઓફ-શોર (Off-Shore) કેમ્પસની સ્થાપના કરી શકાશે જેનાથી ફોરેન્સિક સાયન્સનાં શિક્ષણ, રીસર્ચ, ટ્રેનીંગ અને કન્સલ્ટન્સીનો વ્યાપ દેશ અને દુનિયામાં વધારવા માટે ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા પાયારૂપ બનશે. સૂચિત યુનીવર્સીટીનું મુખ્ય મથક ગાંધીનગર ખાતેની ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનીવર્સીટી રહેશે. તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટીમાં વિવિધ કેન્દ્રીય સંસ્થાઓ, કેન્દ્ર સરકારનાં અન્ય વિભાગો તેમજ વિદેશી સંસ્થાઓ પાસેથી ફંડેડ રીસર્ચ અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ મેળવવામાં પણ સરળતા થશે. આ યુનિવર્સિટીનું સૂચિત માળખું એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, આ સંસ્થા દેશની અન્ય તમામ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનાં કેપેસીટી બિલ્ડીંગ વધારવામાં પણ મહત્વની સાબિત થશે.

    મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનીવર્સીટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે જેને કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને લગતા અનેક કાર્યો થઇ શકશે જેના કારણે રાજ્યમાં ઝીરો ટોલરન્સની રાજ્ય સરકારની નીતિને અને ગુનાખોરી નાથવા માટેની પ્રવૃતિઓ ડામવાની રાજ્ય સરકારની નીતિને બળ મળશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનીવર્સીટીને ૧૦૦% ગ્રાન્ટ આપવામાં આવશે, અને દેશ-દુનિયામાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રેના અભ્યાસક્રમો તથા સંશોધનોમાં વધારો થતા ગુજરાત વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
apply