Skip to main content
Settings Settings for Dark

અમાસ અને રવિવારના અનોખા સંગમ સાથે આવતીકાલે ભારતમાં જોવા મળશે સૂર્ય ગ્રહણ

Live TV

X
  • 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ મનાવામાં આવે છે ત્યારે આ વખતે દેશમાં 21 જૂનના રોજ ભારતમાં સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે. પરંતુ દેશના ઉત્તરી ભાગના કેટલાક વિસ્તારોમાં જેમ કે ઉત્તરખંડ, રાજસ્થાન તથા હરિયાણામાં વલયાકાર રિંગ આકારમાં સૂર્ય ગ્રહણ જોવા મળશે. જ્યારે અન્ય ભાગમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. 21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાની ઉપર આવશે. આ સૂર્ય ગ્રહણ 2020નું પ્રથમ સૂર્ય ગ્રહણ છે.

    ક્યારે શરૂ થશે સૂતક?

    ગ્રહણના સૂતકની શરૂઆત ભારતીય સમય પ્રમાણે દક્ષિણ આફ્રિકાના કોંગોથી સવારે 9 વાગેને 17 મિનિટથી શરૂ થશે જ્યારે રિંગ આકાર ધરાવતું ગ્રહણ સવારે 10 વાગેને 19 મિનિટથી શરૂ થશે અને તે બપોરે 1 વાગેને 44 મિનિટ પર સમાપ્ત થશે. જ્યારે સૂતક 3 વાગેને 4 મિનિટના રોજ સમાપ્ત થશે. 12 વાગ્યેને 8 મિનિટે ગ્રહણની પ્રભાવી અસર જોવા મળશે. હવે પછીનું સૂર્યગ્રહણ 11 વર્ષ પછી 2031માં થશે.

    ક્યાં જોવા મળશે રિંગ આકારનું સૂર્ય ગ્રહણ?

    રિંગ આકારનું સૂર્યગ્રહણ ભારત અને ચીનના ઉત્તર ભાગો, જેમાં કોંગો, સુદાન, ઇથોપિયા, યમન, સાઉદી અરેબિયા, ઓમાન, પાકિસ્તાન સહિતના દેખાશે. આંશિક ગ્રહણ ચંદ્રના પડછાયાથી થાય છે, જે આફ્રિકા (પશ્ચિમ અને દક્ષિણ ભાગોને બાદ કરતા), દક્ષિણ અને પૂર્વ યુરોપ, એશિયા (ઉત્તર અને પૂર્વ રશિયા સિવાય) અને ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગોમાં દેખાશે. તો આ સૂર્ય ગ્રહણ કેટલાક સ્થળે દાતરડાં સ્વરૂપે પણ જોવા મળશે.

    રવિવાર અને અમાસનો અનોખો સંગમ

    ઘણા વર્ષો બાદ સૂર્યગ્રહણ રવિવારના દિવસે અને ખાસ કરીને અમાસના દિવસે થવાનું હોવાથી અનોખો સંગમ થશે. ખાસ બાબત એ પણ છે કે, 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી થનાર છે.

    ઘરે બેઠા લાઇવ પ્રસારણ નીહાળી શકાશે
    આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન સંશોધન સંસ્થા(https://www.aries.res.in/) યૂટ્યૂબ તથા ફેસબૂક આ સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ જોવા મળશે. આ સાથે અન્ય કેટલીક ખગોળ સાથે જોડાયેલ સંસ્થા દ્વારા પણ સમગ્ર ઘટનાનો જીવંત પ્રસારણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply