અમાસ અને રવિવારના અનોખા સંગમ આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
Live TV
-
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં, આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ જોવા મળશે. આ વલયાકાર સૂર્યગ્રહણ છે , જેને "Ring Of Fire" પણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન સુર્ય અને પૃથ્વી વચ્ચેથી ચંદ્ર પસાર થાય છે.
પશ્ચિમ આફ્રિકા, અરબ પ્રાયદ્વીપ, ભારત અને દક્ષિણી ચીનમાં Ring Of Fire એટલે કે સૂર્યગ્રહણ જોવા મળશે. સમગ્ર ભારતમાં સૂર્યગ્રહણ પોતાના અંતિમ કૂચ ચરણમાં જોવા મળશે. જો કે, દેશના કેટલાંક ભાગોમાં વલયાકારમાં આ સૂર્યગ્રહણ નિહાળી શકાશે.
રાજ્યનું ભૂજ, દેશનું એવું પહેલું શહેર હશે, જ્યાં ગ્રહણની શરૂઆત સવારે 9 વાગ્યે અને 58 મીનીટે થશે. જો કે, ગ્રહણ 4 કલાક બાદ આસામના દીબ્રુગઢમાં 2 વાગ્યે, 29 મીનીટ પર સમાપ્ત થશે. દિલ્હીમાં ગ્રહણ 10 વાગ્યે 19 મીનીટે શરૂ થશે , અને 1 વાગ્યે 48 મીનીટ પર સમાપ્ત થશે.
ક્યારે શરૂ થશે સૂતક?
ગ્રહણના સૂતકની શરૂઆત ભારતીય સમય પ્રમાણે દક્ષિણ આફ્રિકાના કોંગોથી સવારે 9 વાગેને 17 મિનિટથી શરૂ થશે જ્યારે રિંગ આકાર ધરાવતું ગ્રહણ સવારે 10 વાગેને 19 મિનિટથી શરૂ થશે અને તે બપોરે 1 વાગેને 44 મિનિટ પર સમાપ્ત થશે. જ્યારે સૂતક 3 વાગેને 4 મિનિટના રોજ સમાપ્ત થશે. 12 વાગ્યેને 8 મિનિટે ગ્રહણની પ્રભાવી અસર જોવા મળશે. હવે પછીનું સૂર્યગ્રહણ 11 વર્ષ પછી 2031માં થશે.
ક્યાં જોવા મળશે રિંગ આકારનું સૂર્ય ગ્રહણ?
રિંગ આકારનું સૂર્યગ્રહણ ભારત અને ચીનના ઉત્તર ભાગો, જેમાં કોંગો, સુદાન, ઇથોપિયા, યમન, સાઉદી અરેબિયા, ઓમાન, પાકિસ્તાન સહિતના દેખાશે. આંશિક ગ્રહણ ચંદ્રના પડછાયાથી થાય છે, જે આફ્રિકા (પશ્ચિમ અને દક્ષિણ ભાગોને બાદ કરતા), દક્ષિણ અને પૂર્વ યુરોપ, એશિયા (ઉત્તર અને પૂર્વ રશિયા સિવાય) અને ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગોમાં દેખાશે. તો આ સૂર્ય ગ્રહણ કેટલાક સ્થળે દાતરડાં સ્વરૂપે પણ જોવા મળશે.
રવિવાર અને અમાસનો અનોખો સંગમ
ઘણા વર્ષો બાદ સૂર્યગ્રહણ રવિવારના દિવસે અને ખાસ કરીને અમાસના દિવસે થવાનું હોવાથી અનોખો સંગમ થશે. ખાસ બાબત એ પણ છે કે, 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી થનાર છે.
ઘરે બેઠા લાઇવ પ્રસારણ નીહાળી શકાશે
આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન સંશોધન સંસ્થા(https://www.aries.res.in/) યૂટ્યૂબ તથા ફેસબૂક આ સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ જોવા મળશે. આ સાથે અન્ય કેટલીક ખગોળ સાથે જોડાયેલ સંસ્થા દ્વારા પણ સમગ્ર ઘટનાનો જીવંત પ્રસારણ કરવામાં આવશે.