Skip to main content
Settings Settings for Dark

આણંદઃ ઓછા સમયમાં ડાંગરની વાવણી માટે ખેડૂતે બનાવ્યું મશીન

Live TV

X
  • ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે, જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં, સારા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે. ડાંગરની ખેતી માં ધરૂ રોપણી માટે ખેત મજૂરોની જરૂર પડે છે.

    હાલના સમયમાં કોરોના મહામારીના કારણે ડાંગરની રોપણી કરવા માટે ખેત મજૂરો મળવા મુશ્કેલ છે, ત્યારે આણંદ તાલુકાના વણસોલ ગામના ખેડૂત મનીષ પટેલે આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે અને ખેડુતો પોતાના ખેતરમાં ડાંગરની વાવણી ઓછા સમયમાં કરી શકે તે માટે Drum Seeder મશીનનું ડેમોસ્ટ્રેશન ગોઠવ્યુ હતુ.

    આ મશીનથી ડાંગરની વાવણી ઓછા સમયમાં એક જ વ્યક્તિ કરી શકે છે. કોઈપણ જાતના અન્ય વધારાના ખર્ચ વગર ઓછા ખર્ચે ઉત્પાદન વધુ મેળવી શકાય છે અને આ મશીન વજનમાં હલકું હોવાથી એક જ વ્યકિત આસાનીથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.

    આત્મા પ્રોજેક્ટ અને ડાંગર સંશોધન કેન્દ્ર નવા ગામના સંયુક્ત પ્રયાસથી યોજાયેલા આ મશીનનું નિદર્શન જોવા માટે આજુબાજુના 10 ગામના 30 થી વધુ ખેડૂતો આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
apply