અવકાશ ક્ષેત્રે ઈસરોની વધુ એક મોટી સિદ્ધિ, ઈસરોએ આજે શ્રીહરિકોટાથી ગનયાનની ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ
Live TV
-
નવ મિનિટ પછી, મિશન ક્રૂ મોડ્યુલ શ્રીહરિકોટાથી દસ કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં સફળતાપૂર્વક ઉતર્યુ હતું.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોએ આજે શ્રીહરિકોટાથી તેના રોકેટ ગગનયાનની નિર્ણાયક ક્રૂ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. TV-D1 મિશનનું નિદર્શન 2025માં માનવસહિત અવકાશ મિશન મોકલવાની ઈસરોની તૈયારીનો એક ભાગ છે.
ઇસરોએ ગગનયાન મિશનની પહેલી પરીક્ષણ ઉડાન કરીને ઇતિહાસ રચ્યો છે.ઇસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી સવારે 10 વાગ્યે ગગનયાનના ક્રૂ મૉડ્યૂલને લૉન્ચ કર્યો હતો. અગાઉ ટેકનિકલ ખામીના કારણે તે મુલતવી રાખવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામીને સુધારી 10 વાગ્યે લોન્ચિંગ હાથ ધરવામાં આવ્યું હતું...આ ટેસ્ટ વ્હીકલ અબોર્ટ મિશન-1 અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ પણ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ મિશન દરમિયાન રોકેટમાં કોઈ ખામી સર્જાય તો, તેની અંદર રહેલા અંતરિક્ષયાત્રીને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવવાની સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ મિશનમાં, 17 કિલોમીટર ઉપર ગયા પછી ક્રૂ મોડ્યુલને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર બંગાળની ખાડીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.