આદિત્ય-L1 પેલોડ HEL1OS સૌર જ્વાળાઓની પ્રથમ ઉચ્ચ-ઊર્જા એક્સ-રે ઝલક કરી કેદ
Live TV
-
આદિત્ય-L1 પેલોડ HEL1OS સૌર જ્વાળાઓની પ્રથમ ઉચ્ચ-ઊર્જા એક્સ-રે ઝલક કરી કેદ
ભારતના સૌર મિશન આદિત્ય-એલ1 એ તેની યાત્રામાં વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ 7 નવેમ્બર મંગળવારે જણાવ્યું હતું કે આદિત્ય L1 ના પેલોડ HEL1OS એ સૌર જ્વાળાઓની પ્રથમ ઉચ્ચ-ઊર્જા એક્સ-રે ઝલક કેદ કરી છે.
"29 ઓક્ટોબર, 2023 ના રોજ આશરે 12:00 થી 22:00 UT સુધીના તેના પ્રથમ અવલોકન સમયગાળા દરમિયાન, હાઇ એનર્જી L1 ભ્રમણકક્ષામાં જ્વાળાઓનો આવેગજનક તબક્કો નોંધવામાં આવ્યો છે. ISROએ જણાવ્યું હતું કે, “નોંધાયેલ ડેટા (NOAA)નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના (GOES) જિયોસ્ટેશનરી ઑપરેશનલ એન્વાયર્નમેન્ટલ સેટેલાઇટ દ્વારા પ્રદાન કરવામાં આવેલ એક્સ-રે લાઇટ વક્ર સાથે સુસંગત છે.