આણંદના ન્યુવિદ્યાનગર ખાતે ગુજકોસ્ટ વર્કશોપનું આયોજન કરાયું
Live TV
-
આ વર્કશોપનું મુખ્ય હેતુ "મેટલેબ સોફ્ટવેર" નો ઉપયોગ બીજા ફિલ્મ આધુનિક ઢબથી કઈ રીતે ઉપયોગ થાય તેના ઉમદા હેતુથી કરવામાં આવ્યું હતું
આણંદના ન્યુવિદ્યાનગર ખાતે આવેલ એમ બી આઈ ટી કોલેજ ખાતે ગુજકોસ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારૂતર વિદ્યામંડળ સંચાલિત તથા હાલમાં જ વુમન એન્જિનિયરિંગમાંથી કોમન એન્જિનિયરિંગમાં પરિવર્તન પામેલ એમ બી આઈ ટી કોલેજ ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે તારીખ 18 તથા તારીખ 19 જૂન 2019 ના દિવસે બે દિવસીય ગુજકોસ્ટ આયોજિત "મેટલેબ સોફ્ટવેર" ઉપર ફેકલ્ટી ડેવલોપમેન્ટ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનું મુખ્ય હેતુ "મેટલેબ સોફ્ટવેર" નો ઉપયોગ બીજા ફિલ્મ આધુનિક ઢબથી કઈ રીતે ઉપયોગ થાય તેના ઉમદા હેતુથી કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ગુજરાતભરમાંથી સૌથી વધારે અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ વર્કશોપ ચારૂતર વિદ્યામંડળના સેક્રેટરી એસ જી પટેલ સાહેબની ઉપસ્થિતિમાં તથા મુખ્ય મહેમાન તરીકે મનીષભાઈ કોઠારી ચેરપર્સન રહીનો મશીનરી વિઠ્ઠલ ઉદ્યોગનગર તથા અતિથી વિશેષ તરીકે મેહુલ શાહ તથા એકતા શાહ ચેરપર્સન બ્લેજિગ એશે વડોદરાના ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા તરીકે "ડિઝાઇન ટેક" પૂણે કંપનીના સૂરજ ગાંવનડે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ અર્ચના નાનોટી મેડમે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એમ બી આઈ ટી કોલેજના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું .કાર્યક્રમ અંતે ડિપાર્ટમેન્ટના હેડ ચિરાગ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી હતી .