આણંદ-કૃષિ યુનિ. દ્વારા મરઘાની નવી જાતને રાષ્ટ્રિય માન્યતાના પ્રયાસ
Live TV
-
હવે મરઘાની ત્રીજી જાત મળી આવતાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અરવલ્લી નામે આ જાતની નોંધણી કરાવવા પ્રયાસ
ગુજરાત પશુધનની સાથોસાથ જૈવ વૈવિધ્યથી સમૃદ્ધ છે. દેશમાં મરઘાંની કુલ 19 જાતો પૈકી રાજ્યની અંકલેશ્વર અને બસર જાતો પણ રાષ્ટ્રીય યાદીમાં નોંધાયેલી છે. પરંતુ રાજ્યમાં હવે મરઘાની ત્રીજી જાત મળી આવતાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા , અરવલ્લી નામે આ જાતની નોંધણી કરાવવા પ્રયાસ હાથ ધરાયા છે. હરિયાણાના કરનાલ ખાતે આવેલ રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો, રાષ્ટ્રીય સ્તરે , આવી જાતોના નામકરણ અને નોંધણીની કામગીરી કરે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધક નિયામક, ડો.કે.બી.કથીરિયાને પોતાના એક પ્રોજેક્ટની કામગીરી દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢ, દાંતા અને આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં મરઘાની આ નવી જાત મળી આવી હતી. મરઘાની નવી જાતને રાષ્ટ્રીય માન્યતા મળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે