આણંદ કૃષિ યુનિવર્સિટીએ “આણંદ રસરાજ ગુજરાત કેરી 1” નામની કેરીની નવી જાત વિકસાવી
Live TV
-
ઉનાળાની ઋતુ આવતા જ કેરીના રસીકો તલ-પાપડ થવા લાગે છે, કહેવાય છે ને કે, કેરીઓ ફળોનો રાજા...
તેવો જ એક દાખલો આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ “આણંદ રસરાજ ગુજરાત કેરી એક” નામની કેરીની નવી જાત વિકસાવી છે. છોટાઉદેપુર જીલ્લામાં જબુગામ ખાતે વૈજ્ઞાનિકોએ કરેલા વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં 22 વર્ષના લાંબા ગાળા બાદ કેરીની આ નવી જાત વિકસાવવામાં આવી છે. રાજ્યમાં ખેડૂતો મોટે ભાગે લોકપ્રિય જાત કેસર અને લંગડાની ખેતી કરે છે. કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતે 2,000 ની સાલમાં સોનપરી જાતની કેરી વિકસાવી હતી. આ નવી જાતના આંબા “આણંદ રસરાજ”બજારમાં કેસર કરતાં પણ વધુ સારું ફળ આપે તેવી ક્ષમતા ધરાવે છે. તેને દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે.તે સાતથી નવમા વર્ષે હેકટર દીઠ લગભગ 1 હજાર કિલો જેટલું ફળનું ઉત્પાદન આપે છે. આ નવી જાતને યુનિવર્સિટીની તમામ સંશોધન સમિતિઓતેમજ રાજ્યની બીજ સમિતિ દ્વારા મંજૂરી મળી ગયેલ હોઈ હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો તેમજ નર્સરી ઉત્પાદકોની માંગ તથા આગામી વર્ષોને અનુલક્ષીને કલમી છોડના ઉત્પાદન પર કામ કરી રહી છે.
અને આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધારે કેરીનું ઉત્પાદન મળવાની શક્યતાઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.