આદિત્ય-એલ-1 મિશનને વધુ એક સફળતા મળી, ઇન્સ્ટ્રુમેન્ટ્સે સૂર્યની ગતિવિધિઓ કેપ્ચર કરી ચિત્રો મોકલ્યા
Live TV
-
આદિત્ય-એલ-1 એ સૂર્યની ગતિવિધિની પ્રવૃતી કેપચર કરીને તેના ફોટા મોકલ્યા
આદિત્ય-એલ-1 મિશનને વધુ એક સફળતા મળી છે. મિશનના એસયુઆઈટી અને વીઈએલસી સાધનોએ મે મહિના દરમિયાન સૂર્યની ગતિશીલ પ્રવૃત્તિઓને પકડી લીધી હતી.
સોમવારે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ, આદિત્ય એલ વનની ઈમેજો શેર કરતા કહ્યું કે, કોરોનલ માસ ઈજેક્શન સાથે સંકળાયેલા ઘણા એક્સ-ક્લાસ અને એમ-ક્લાસ ફ્લેર રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેના કારણે નોંધપાત્ર જીઓમેગ્નેટિક તોફાનો સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતનું પ્રથમ સૌર મિશન 'આદિત્ય એલ-1' 6 જાન્યુઆરીએ એલ-1 પોઈન્ટની પ્રભામંડળ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું. આ અવકાશયાનને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી પ્રણાલીના 'લેગ્રેન્જ પોઈન્ટ 1' (એલ-1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ મિશન ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું.