ISRO એ આજે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV)નું કર્યું સફળ લેન્ડિંગ
Live TV
-
ISRO એ આજે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV)નું કર્યું સફળ લેન્ડિંગ
ISROએ લખી ફરી એકવાર સફળતાની ગાથા. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને સતત ત્રીજી વખત રિયુઝેબલ લોન્ચ વ્હીકલ એટલે કે RLV પુષ્પકના લેન્ડિંગ પ્રયોગમાં સફળતા હાંસલ કરી. માહિતી અનુસાર, લેન્ડિંગ પ્રયોગનું ત્રીજું અને અંતિમ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું. પુષ્પકને ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર તરફથી ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં 4.5 કિલોમીટરની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યું અને રનવે પર ઑટોનૉમલ લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું. પુષ્પકે ક્રોસ રેન્જ કરેક્શન દાવપેચનો અમલ કર્યો અને ચોકસાઇ સાથે આડું ઉતરાણ કર્યું. નોંધનીય છે કે પ્રથમ લેન્ડિંગ પ્રયોગ 2 એપ્રિલ 2023 અને બીજો 22 માર્ચ 2024ના રોજ કરવામાં આવ્યો હતો.